ઘણા સમયથી લદ્દાખમાં ભારત સાથે સંઘર્ષમાં ઉતરેલું ચીન અત્યારે ભુખમરાની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. આ આશંકા ત્યારે વધારે મજબૂત બની જ્યારે ઓગષ્ટની અંદર જિનપિંગે ક્લીન યોર પ્લેટ અભિયાન શરુ કર્યુ. ભુખમરાની આ સ્થિતિ પરથી પોતાનું લોકોનું ધ્યાન દૂર કરવા માટે ચીની સરકાર ભારત સાથે ઘર્ષણ વડે ઉગ્ર રાષ્ટ્રવાદનો સહારો લઇ રહ્યું છે. માત્ર આટલું જ નહીં પણ દક્ષિણ ચીની સમુદ્રની અંદર ચીને એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં પાંચ વખત યુદ્ધાભ્યાસ પણ કર્યો છે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી પુરતા પ્રયત્નો કરી રહી છે કે લોકોનું ધ્યાન ગરીબી ને ભુખમરા પરથી હટીને રાષ્ટ્રવાદ તરફ વળે.
આ કંઇ પ્રથમ વખત નથી કે ચીને ભુખમરા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે સૈન્યનો સહારો લીઘો હોય. આ પહેલા પણ 1962ના વર્ષંમાં જ્યારે ચીનની અંદર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે ચીનના સર્વોચ્ચ નેતા માઓત્સે તુંગે ભારત સાથે યુદ્ધ શરુ કર્યુ હતું. તે સમયે ચીનમાં ભુખમરાના કારણે હજારો લોકના મોત થયા હતા. ત્યારે અત્યારે પણ ચીનમાં સત્તારુઢ પાર્ટી પીપલ્સ લિબરેશન આર્મી આ પ્રકારની નીતિ પનાવી રહી છે.
કોરોના વાયરસ અને પૂરના કારણે ચીનમાં ખાદ્યાન્ન સંકટ ઉભુ થયું છે. ગ્લોબલ ટાઇમ્સની રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રપતિ શી જિનપીંગે ભુખમરાથી રાહત માટે 2013ના ક્લીન યોર પ્લેટ અથી રાહત માટે 2013ના ક્લીન યોર પ્લેટ અભિયાનને ફરી વખત શરુ કર્યુ છે. દુનિયાના અન્ય દેશો પણ માની રહ્યા છે કે ચીન આ યોજના અંતર્ગત ખાદ્યાન્ન સંકટ છુપાવવા માંગે છે.
વર્તમાન સમયે ચીન સૌથી મોટા તીડ હુમલાનો સામનો કરી રહ્યું છે. જેને કારણે ખેતરોમાં ઉભેલા પાકોને પારાવાર નુકસાન થઇ રહ્યું છે. જેને કાબૂમાં લેવા માટે સેના પણ અભઙિયાન ચાલાવી રહી છે. આ સિવાય કોરોના વાયરસ ને પૂરનું સંકંટ પણ ચીન પર આવ્યું છે. જેના કારણે દેશમાં ભૂખમરાની સ્થિતિમાં વધારો થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.