ભારતમાં છેલ્લા 24 કલાકમાં 94,612 દર્દીઓ સાથે કુલ 43 લાખથી વધુ લોકો કોરોનામુક્ત થયા હતા. આ સાથે કોરોનાથી રિકવરી રેટ 76.68 ટકા થયો છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું. જોકે, વિવિધ રાજ્યોમાંથી કોરોનાના આંકડા એકત્ર કરતી સમાચાર સંસૃથા પીટીઆઈ મુજબ દેશમાં કોરોનાના કુલ કેસ 54,76,665 થયા છે જ્યારે મૃત્યુઆંક 87,814 થયો છે અને 43,84,447 દર્દીઓ કોરોનામુક્ત થયા છે.
ભારતે 24 કલાકમાં કોરોનાના 12 લાખથી વધુ ટેસ્ટ કરવાનો વિક્રમ કર્યો છે. બીજીબાજુ સરકારે રવિવારે લોકસભામાં કહ્યું કે દેશમાં આૃર્ધલશ્કરી દળોના 32,238 જવાનો કોરોનાગ્રસ્ત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં 24 કલાકમાં કોરોનામુક્ત દર્દીઓના કુલ કેસમાંથી 60 ટકા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાંથી આવ્યા છે.
આ રાજ્યોમાં કોરોનાના નવા બાવન ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 23,000થી વધુ જ્યારે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં 10,000થી વધુ દર્દીઓ કોરોનામુક્ત થયા છે. આ સાથે દેશમાં સતત બીજા દિવસે 94,000થી વધુ દર્દીઓ કોરોનામુક્ત થયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સરકારે ટેસ્ટિંગ પર વિશેષ ભાર મૂક્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની તપાસ માટે 12 લાખથી વધુ ટેસ્ટ કરાયા, જે એક જ દિવસમાં સૌથી વધુ ટેસ્ટ કરવાનો એક નવો વિક્રમ છે. આ સાથે કોરોના સામેના યુદ્ધમાં ભારતે એક નવું સિમાચિહ્ન પાર કર્યું હતું. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 6.36 કરોડથી વધુ ટેસ્ટ થયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.
આ બાબત દેશમાં કોવિડ-19 ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી દર્શાવે છે. ભારતમાં કોરોનાની દૈનિક ટેસ્ટિંગ સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. ભારતમાં કોરોનાનો પ્રસાર અટકાવવા 8મી એપ્રિલે દૈનિક માત્ર 10,000 ટેસ્ટ થતા હતા જ્યારે આજે એક જ દિવસમાં સરેરાશ 12 લાખ ટેસ્ટ થયા છે.
ભારતમાં કોરોનાના ઊંચા ટેસ્ટિંગ છતાં પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ સમયસર ટેસ્ટિંગ અને અસરકારક સારવાર છે. પરિણામે દેશમાં કોરોનાનો મૃત્યુદર પણ નોંધપાત્ર પ્રમાણમાં નીચો રાખી શકાયો છે. દેશમાં કોરોનાનો નીચો પોઝિટિવિટી રેટ વાઈરસનો પ્રસાર ઘટયો હોવાના સંકેત આપે છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.