દેશમાં કોરોનાના ફેલાવા માટે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ જવાબદારઃ શિવસેના

એક સમયે ભાજપના રાજકીય મિત્ર અને હવે કટ્ટર રાજકીય દુશ્મન બનનાર શિવસેનાએ દેશમાં ફેલાયેલા કોરોના માટે અમદાવાદમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર ગણાવ્યો છે.

શિવસેના પ્રવકતા સંજય રાઉતે કહ્યુ હતુ કે, 24 ફેબ્ર્આરીએ યોજાયેલા કાર્યક્રમ બાદ ગુજરાત મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોના ફેલાયો હતો. કારણકે તેમાં સામેલ કેટલાક પ્રતિનિધિ બાદમાં દિલ્હી અને મુંબઈ પણ ગયા હતા. આ કાર્યક્રમમાં ટ્રમ્પના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.ટ્રમ્પ સાથે આવેલા પ્રતિનિધિઓ પછી મુંબઈ અને દિલ્હી ગયા હતા. જેનાથી વાયર આ બે શહેરોમાં પહોંચ્યો હતો.

તેમણે કહ્યુ હુત કે, કેન્દ્ર સરકારે કોઈ યોજના વગર લોકડાઉન લાગુ કર્યુ પણ હવે તેને હટાવવાની જવાબદારી રાજ્યો પર નાંખી દીધી છે.

રાઉતે વધુમાં કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં સરકારને ઉથલાવવાનો કોઈ પણ પ્રયાસ અથવા તો રાજ્યમાં કોરોના માટે સરકારને નિષ્ફળ ગણાવીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો પ્રયાસ કેન્દ્ર માટે આત્મહત્યા સમાન પૂરવાર થશે. કારણકે જો કોરોના વાયરસના જ મુદ્દાની વાત કરવામાં આવે તો ભાજપ શાસિત રાજ્યો સહિત 17 રાજ્યોની સરકારમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવુ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.