– અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોના મોત, 26 હજારથી વધુ લોકો સાજા થયા
દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 78 હજારનો આંકડો પાર કરી ચુકી છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલી અપડેટ અનુસાર, હાલમાં દેશમાં કુલ કન્ફર્મ કેસની સંખ્યા 78,003 છે. તેમાંથી 26,235 લોકો સાજા થઇ ચુક્યા છે, જ્યારે 2549 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3722 નવા કેસ સામે આવ્યા છે અને 134 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ 1894 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
હાલ દેશમાં 49,219 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના કહેર સૌથી વધારે છે. ત્યાં દર્દીઓની સંખ્યા લગભગ 26 હજાર સુધી પહોંચી ગઇ છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ 975 સુધી પહોંચી ચુકી છે. ત્યારે ગુજરાતમાં કોરોના પૉઝિટિવ દર્દીઓનો આંકડો 9,267 સુધી પહોંચી ગયો છે, જ્યારે મૃતકોની સંખ્યા 566 છે.
તામિલનાડુમાં પણ ખૂબ જ ઝડપી કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. અત્યાર સુધીમાં ત્યાં 9,227 કેસ જાહેર થયા છે, જેમાંથી 64 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોના દર્દીઓનો આંકડો 8 હજારની નજીક પહોંચી ચુક્યો છે. મંત્રાલયના અપડેટ અનુસાર, દિલ્હીમાં કુલ દર્દીઓની સંખ્યા 7,998 છે, જેમાં 106 લોકોના મૃત્યુ થયા છે.
રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 4328 કન્ફર્મ કેસ સામે આવ્યા છે જેમાંથી 121 લોકોના મૃત્યુ થયા છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 4173 કેસ સામે આવી ચુક્યા છે, જેમાંથી 232 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હવે અહીં દર્દીઓની સંખ્યા 3729 થઇ ગઇ છે, જેમાં 83 લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.