દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 67 હજારને પાર, 2206ના મોત નીપજ્યા

 

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 67 હજારને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધારે કેસ નોંધાયા છે અને લગભગ 100 લોકોના મોત નીપજ્યા છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 67,152 થઈ ગઈ છે જેમાં 2,206 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 20,917 લોકો સાજા થઈ ચૂક્યા છે.

કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર છે. અહીં અત્યાર સુધી 22,171 કેસ સામે આવી ચૂક્યા છે જેમાં 832 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 4,199 લોકો સાજા થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યુ છે. અહીં અત્યાર સુધી 8,194 કેસ નોંધાયા છે જેમાં 493 લોકોના મોત નીપજ્યા છે.

ત્રીજા નંબરે તમિલનાડુ આવી ગયુ છે. અહીં અત્યાર સુધી 7,204 કેસની પુષ્ટિ થઈ છે જેમાં 47 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં કોરોના દર્દીઓનો આંકડો 7 હજારે પહોંચી ગયો છે. અત્યાર સુધી 6,923 કેસ નોંધાયા છે જેમાં 73ના મોતની પુષ્ટિ થઈ છે. જે બાદ રાજસ્થાનમાં અત્યાર સુધી 3,814 કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે જેમાં 107 લોકોના મોત નીપજ્યા છે.

મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 3,614 કેસ નોંધાયા છે. જેમાં 215 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે અહીં દર્દીઓની સંખ્યા 3,467 થઈ ગઈ છે. જેમાં 74 લોકોએ જીવ ગુમાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.