દેશમાં કોરોનાથી રિકવરી રેટ વધીને 41.61% થયો, 60,490 લોકો સાજા થયા

દેશભરમાં કોરોના સંક્રમણનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, જો કે આ દરમિયાન રાહતનાં સમાચાર એ છે કે દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી દર પણ સતત વધી રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે કોવિડથી અત્યાર સુધી 60,490 લોકો સાજા થયા છે.

તેમણે જણાવ્યું કે રિકવરી દરમાં સતત સુધારો થઇ  રહ્યો છે, અને આ સમયે તે રિકવરી રેટ 41.61 ટકા છે,  તેમણે જણાવ્યું કે દુનિયામાં સૌથી ઓછો મૃત્યું દર ભારતમાં છે, અહીં તે 2.87 ટકા છે.

લવ અગ્રવાલે કહ્યું કે લોકડાઉનનાં કારણે દેશમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થયો છે, તેમણે કહ્યું કે હાલ માસ્ક લગાવવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ એક માત્ર ઉપાય છે, તેમણે કહ્યું કે સમગ્ર દુનિયા કોરોનાનો સારી રીતે મુકાબલો કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.