કોરોના વાયરસના જંગમાં સરકાર 20 એપ્રિલથી કેટલીક જગ્યાએ લોકડાઉનમાં છુટછાટ આપવાની સાથે સાથે દેશમાં કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા યુધ્ધના ધોરણે વધારવાની યોજના બનાવી ચુકી છે.
હાલમાં દેશમાં 21000 થી 30000 સેમ્પલ ટેસ્ટ થઈ રહ્યા છે.જે એપ્રિલના અંત સુધીમાં વધારીને 80000 કરવામાં આવશે. જેના કારણે રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોન નિર્ધારિત કરવામાં વધારે મદદ મળશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીના કહેવા પ્રમાણે યુપી, બંગાળ, ઓરિસ્સા, પંજાબ, હરિયાણા, બિહાર જેવા રાજ્યોમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવા માટે કહેવાયુ છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યુ છે કે, વધારે ટેસ્ટિંગનો અર્થ થાય છે કે, તમે સમસ્યાની ગંભીરતાને સમજી રહ્યા છો.
તાજેતરમાં જ રાહુલ ગાંધીએ ઉભા કરેલા સવાલનો જવાબ આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં 2.90 લાખ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 30000 તો બુધવારે જ કરાયા હતા.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના કહેવા પ્રમાણે જો અમે એક શિફ્ટમાં કામ કરીએ છે તો રોજ 42000 સેમ્પલ લેવામાં આવી શકે તેમ છે. બે શિફટમાં તો 78000 સુધી સેમ્પલ લેવાઈ શકે છે. અમારી પાસે 6 સપ્તાહ ચાલે તેટલી કિટ છે અને નવી કિટ આવી પણ રહી છે.
ભારત સરકારે જે આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે પહેલા 10000 દર્દીઓ સુધીમાં ટેસ્ટિંગની સંખ્યામાં ભારત બીજા વિકસીત દેશો કરતા પણ બહેતર છે.
ભારતમાં 10000 કેસ સામે આવ્યા ત્યાં સુધીમાં 2.17 લાખ લોકોનુ ટેસ્ટિંગ થઈ ચુક્યુ હતુ. જ્યારે અમેરિકાએ આટલા કેસ આવ્યા ત્યાં સુધીમાં 1.39 લાખ, બ્રિટેને 1.13 લાખ જ ટેસ્ટ કર્યા હતા. ઈટાલીએ પણ 73000 ટેસ્ટ જ આ સ્ટેજ પર કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.