દેશમાં કોરોનાના વધતા કેસ પર રાહુલ ગાંધીનો કટાક્ષ, ફેબ્રુઆરીથી જુલાઇ સુધીની ઘટનાઓ કરી ટ્વીટ

કોંગ્રેસ  પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું, કોરોના કાળમાં સરકારની ઉપલબ્ધિયોઃ

ફેબ્રુઆરીમાં-નમસ્તે ટ્રમ્પ, માર્ચ-MPમાં સરકાર તોડી પાડી, એપ્રિલ-મીણબતી સળાગવી, મે-સરકારની 6ઠ્ઠી વર્ષગાઠ, જૂન-બિહારમાં વર્ચ્યુઅર રેલી, જુલાઇ-રાજસ્થાન સરકાર તોડી પાડવાનો પ્રયત્ન. આ માટે દેશ કોરોના સામેની જંગમાં ‘આત્મનિર્ભર’ છે.

છેલ્લા થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ ખોટાને સંસ્થાગત તરીકે ફેલાવી રહી છે. કોરોના ટેસ્ટ પર અવરોધ મૂક્યો અને મૃતકોની સંખ્યા ખોટી બતાવી.

જીડીપી માટે એક નવી ગણતરીની પદ્ધતિ લાગુ કરી. ચીની સેનાના ઘૂસણખોરી પર પડદો પાડવા મીડિયાને ધમકાવ્યું. આ ભ્રમ જલ્દી તુટી જશે અને દેશને તેની મોટી કિંમત ચુકાવવી પડશે.

કોરોનાના કેસોમાં એક મિલિયન એટલે કે 10 લાખનો આંકડો પાર થવા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 10,00,000નો આંકડો પાર થઇ ગયો. એટલી ઝડપથી કોરોના ફેલાયો તો 10 ઓગસ્ટ સુધી દેશમાં 20,00,000થી વધારે સંક્રમિત જોવા મળશે. સરકારે મહામારીને અટકાવવા માટે કડક પગલા લેવા જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.