ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 15712 સુધી પહોંચી ગયો છે. 507ના મોત થઈ ચૂક્યા છે જ્યારે 2230 કોરોના દર્દી સાજા થયા છે. દેશમાં જીવલેણ કોરોના વાઈરસથી મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે પ્રભાવિત છે.
કોરોનાના દર્દીઓનો આંકડો 3600ને પાર પહોંચી ચૂક્યો છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે કોરોનાથી સંક્રમિત દર્દી દિલ્હીમાં જ છે. દિલ્હીમાં અત્યાર સુધી 1700થી વધારે લોકો કોરોના સંક્રમણના શિકાર થઈ ચૂક્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1334 નવા કેસની પુષ્ટિ સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે જ્યારે 27ના મોત નીપજ્યા છે. લખનૌમાં વધુ 7 વિસ્તાર હોટસ્પોટ બન્યા છે. નોર્થ ઝોન, પૂર્વ ઝોન સાથે હવે પશ્ચિમી ઝોનમાં નવા હોટસ્પોટ બન્યા છે.
ફરીદાબાદમાં કોરોના સંક્રમણના 8 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી સંક્રમણના 6 કેસ તબલીગી જમાત સાથે જોડાયેલા લોકોથી સંબંધિત છે. ફરીદાબાદમાં અત્યાર સુધી કોરોનાના 41 પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે. જેમાંથી 18 લોકો સાજા થયા છે.
રાજસ્થાનમાં કોરોનાના 44 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1395 સુધી પહોંચી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.