બાળકીઓને લઈને દેશના લોકોની વિચાર સરણીમાં આવી રહેલો બદલાવ દેખાઈ રહ્યો છે.
સરકારે તાજેતરમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે એપ્રિલ 2019 થી માર્ચ 2020 સુધીના એક વર્ષના સમયગાળામાં દત્તક લેવાયેલા શિશુઓમાં બાળકીઓની સંખ્યા વધારે છે.આ સમયગાળા દરમિયાન 3531 બાળકોને દત્તક લેવાયા હતા અને તેમાં 2061 દીકરીઓ હતી.
કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે તમામ રાજ્યોમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં બાળકોને દત્તક લેવાયા છે.સરકારના એક અધિકારીનુ કહેવુ છે કે, લોકોની માનસિકતા બદલાઈ રહી છે.હવે દંપતિઓ દીકરીઓને દત્તક લેવામાં વધારે રસ દાખવે છે.અમે દંપતિઓને ત્રણ વિકલ્પ આપીએ છએ.જેમાં લોકો બાળકીઓને દત્તક લેવાના વિકલ્પને પ્રાથમિકતા આપવા માંડ્યા છે.
જોકે સામાજીક સંસ્થા સેન્ટર ફોર એડવોકસી એન્ડ રિસર્ચનુ કહેવુ છે કે, દત્તક લેવા માટે ઉપલબ્ધ બાળકોમાં દીકરીઓી સંખ્યા વધારે હોય છે એટલે સમાજની માનસિકતા બદલાઈ રહી છે તેવુ કહેવુ જરા વધારે પડતુ છે.બહુ પરિવારો એવા છે જેમાં દીકરાઓને જ પ્રાધાન્ય અપાય છે અને બાળક જન્મ તે પહેલા ગર્ભચકાસણી કરાય છે અને હજી પણ ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવતા દંપતિઓ પણ છે.કેટલાક લોકો બાળકી પેદા થાય તો ત્યજી પણ દે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.