દેશ જ નહી પણ દુનિયાના સૌથી ધનિક મંદિરમાં સ્થાન પામતા તિરુપતિ બાલાજી મંદિરની 23 પ્રોપર્ટીઓની હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે.
આ તમામ સંપત્તિઓ તામિલનાડુમાં છે.મંદિર મેનેજમેન્ટ કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે આ સંપત્તિની હરાજી કરવા માટે બે કમિટી બનાવી છે. જે પ્રોપર્ટીની હરાજી થવાની છે તેમાં મકાનો અને ખેતીની જમીનો સામેલ છે.
મંદિર મેનેજમેન્ટનુ કહેવુ છે કે, મંદિરના નિયમિત ખર્ચા સિવાય સુરક્ષા અને કર્મચારીઓને પગાર માટે 125 કરોડ રુપિયાની જરુર પડતી હોય છે. બે મહિનાથી લાગુ લોકડાઉનના પગલે મંદિરને માત્ર હૂંડીથી મળતી 400 કરોડની આવક ગુમાવવી પડી છે. જે મંદિરની આવકનો મુખ્ય સ્ત્રોત છે. મંદિર પાસે હાલમાં નવ ટન સોનુ અને 14000 કરોડની એફડી પણ છે. જોકે તેનો ઉપયોગ કરવો નથી અને એટલા માટે જ પ્રોપર્ટીની હરાજી કરવાનુ નક્કી કરાયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.