દેશમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા માર્ચ 2020ના અંતે વધીને 74.3 કરોડ થઈ ગઈ છે.
ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ પ્રમાણે માર્ચ મહિના સુધીમાં બજારમાં 52 ટકા શેર સાથે રિલાયન્સ જિઓ પહેલા સ્થાને અને 23.6 ટકા શેર સાથે ભારતી એરટેલ બીજા સ્થઆને છે.આ જ સમયગાળા દરમિયાન વોડાફોન આઈડિયા ત્રીજા ક્રમે છે.જેની ઈન્ટરનેટ માર્કેટમાં હિસ્સેદારી 18.7 ટકા રહી છે.
ટ્રાઈના કહેવા પ્રમાણે ડિસેમ્બર 2019 સુધીમાં ભારતમાં ઈન્ટરનેટનો વપરાશ કરતા લોકોની સંખ્યા 71.8 કરોડ રુપિયા હતી.જે માર્ચ 2020માં વધીને 74.3 કરોડ થઈ છે.જેમાં વાયરસેલ ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા 72.07 કરોડ છે.જ્યારે કેબલ સાથે ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાની સંખ્યા 2.24 કરોડ રહી છે.
કુલ ઈન્ટરનેટ ગ્રાહકોમાથી 92.5 ટકા બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે.આવા ગ્રાહકોની સંખ્યા 68.74 કરોડ છે.આ સંખ્યા ડિસેમ્બર મહિનામાં 88.19 કરોડ હતી.
ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના કહેવા પ્રમાણે ઈન્ટરનેટ ગ્રાહકો પૈકી 97 ટકા ગ્રાહકો ઈન્ટરનેટ માટે મોબાઈલનો ઉપયોગ કરે છે.
ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા રાજ્યોમાં 6.3 કરોડ ગ્રાહકો સાથે મહારાષ્ટ્ર પહેલા સ્થાને, 5.8 કરોડ ગ્રાહકો સાથે તેલંગાણા અને આંધ્રપ્રદેશ બીજા સ્થાને, 5.46 કરોડ ગ્રાહકો સાથે યુપી ત્રીજા અને 5.1 કરોડ ગ્રાહકો સાથે તામિલનાડુ ચોથા સ્થાને છે.જ્યારે મધ્ય્ પ્રદેશ અને છત્તીસગઢમાં મળીને 4.8 કરોડ ગ્રાહકો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.