કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે 18 મેના રોજ અમલમાં મૂકવામાં આવેલા 4 તબક્કાનું લોકડાઉન હતું, રવિવારે સવારે 8 વાગ્યા સુધી ચેપના નવા 85,974 કેસ નોંધાયા હતા.
જે દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસના પ્રમાણમાં અડધી સંખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર 31 મેની મધ્યરાત્રિએ પૂર્ણ થયેલ લોકડાઉનના ચોથા તબક્કામાં કોરોના વાયરસના ચેપના કુલ કેસોના 47.20 ટકા નોંધાયા.
લોકડાઉનનો પ્રથમ અમલ 25 માર્ચે થયો હતો, જે 21 દિવસનો હતો અને તે દરમિયાન 10,877 કેસ નોંધાયા હતા, જ્યારે બીજા તબક્કાના લોકડાઉન 15 એપ્રિલથી શરૂ થયું હતું અને 3 મે સુધી 19 દિવસ ચાલ્યું હતું.
જેમાં 31,094 કેસ નોંધાયા હતા. 14-દિવસીય ત્રીજા તબક્કાના લોકડાઉન 17 મેના રોજ સમાપ્ત થયું હતું અને 18 મેના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં 53,636 કેસ નોંધાયા હતા. દેશમાં 24 માર્ચ સુધી દેશમાં કોવિડ -19નાં 512 કેસ નોંધાયા હતા.
ભારત આ વૈશ્વિક રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત નવમો દેશ છે. દેશમાં કોરોના વાયરસનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં પ્રકાશમાં આવ્યો હતો.વુહાન યુનિવર્સિટીથી ભારત પરત આવેલા એક મેડિકલ વિદ્યાર્થીને ચેપ લાગ્યો હતો.
રવિવારે એક દિવસમાં ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ 8,380 કેસો નોંધાયા છે, ત્યારબાદ ચેપના કુલ કેસો 1,82,143 થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક 5,164 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં હજી પણ 89,995 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જ્યારે 86,983 લોકો સ્વસ્થ થયા છે અને એક દર્દી વિદેશ ચાલ્યો ગયો છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “અત્યાર સુધીમાં લગભગ 47.75 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.