- દેશમાં કોરોનાના કારણે હાલમાં લાગુ કરાયેલુ લોકડાઉન 14 એપ્રિલે પુરુ થાય છે.
આ તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સસ્પેન્સ વધી રહ્ય છે કે, લોકડાઉન ખતમ થશે કે હજી લંબાવાશે. લોકોના મોઢા પર આ એક જ બાબતની ચર્ચા છે.
આ સંજોગોમાં કેન્દ્ર સરકારના સૂત્રોનુ કહેવુ છે કે, દેશના ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારને લોકડાઉન લંબાવવા માટે આગ્રહ કર્યો છે. કેટલાક નિષ્ણાતોએ પણ આ જ પ્રકારની સલાહ આપી છે. આ બાબત પર કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોટે પણ લોકડાઉન નહીં હટાવવાનો પક્ષ લીધો છે. તેમનુ કહેવુ છે કે, અચાનક નહી પણ તબક્કાવાર લોકડાઉન હટાવવુ જોઈએ. કેન્દ્ર સરકારે લોકડાઉન વધારવા માટે રાજ્ય સરકારોને અધિકાર આપવા જોઈએ. દરેક રાજ્યની પોતાની સમસ્યાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.