દેશભરમાં લોકડાઉન 4.0ની જાહેરાત કરી દેવામાં આવી છે અને તેની મર્યાદાને વધારીને 31 મે સુધી કરી દેવામાં આવી છે. દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો 18 મેથી 31 મે સુધી રહેશે એટલે કે 14 દિવસનું લોકડાઉન રહેશે.
લોકડાઉનમાં ચોથા તબક્કામાં દેશમાં તમામ શાળાઓ, મોલ, કોલેજ અને જિમ બંધ રહેશે. સાથે જ 31 મે સુધી મેટ્રો અને હવાઈ સેવાનું સંચાલન પર નહી થાય. જો કે હોટ્સપોટ વિસ્તારમાં પ્રતિબંધો રહેશે
શું ખુલશે
લોકડાઉન 4.0માં ઓનલાઈન લર્નિંગ શરૂ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્ટેડિયમ ખુલશે પરંતુ તેમાં દર્શકો નહી હોય, સ્ટેડિયમ પ્રેક્ટિસ માટે જ ખોલવામાં આવશે. સરકારી કચેરી અને કેન્ટિન શરૂ થશે. તેમજ રાજ્ય સરકારની સહમતિથી એક રાજ્યથી બીજા રાજ્યમાં લોકો જઈ શકશે. વાહન વ્યવહારની સાધનો શરૂ થઈ શકે છે.
શું બંધ રહેશે
લોકડાઉન 4.0માં હવાઈ મુસાફરી બંધ રહેશે. તેમજ મેટ્રો રેલ પણ બંધ રહેશે. શાળા-કોલેજ, હોટલ, રેસ્ટોરંટ, સિનેમા ગૃહો, શોપિંગ મોલ, જિમ અને ધાર્મિક સ્થળો અને ધાર્મિક આયોજનો પર પ્રતિબંધ રહેશે. નવી ગાઈડ લાઈન પ્રમાણે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન હવે રાજ્ય સરકાર નક્કી કરશે.આ સિવાય ફોનમાં આરોગ્ય સેતુ એપ હોવી ફરજીયાત છે.
અત્યાર સુધી લાગેલા લોકડાઉન
સૌથી પહેલા 25 માર્ચથી 14 એપ્રીલ સુધી લોકડાઉન જાહેર કર્યું હતું. તે બાદ તેમાં વધારો કરી 15 એપ્રીલથી 03 મે સુધી કર્યું. તે બાદ પણ વધારીને 4 મે થી 17 મે સુધી કરી દેવામાં આવ્યું અને હવે લોકડાઉન 14 દિવસ વધારવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.