દેશમાં લોકોનો રિકવરી રેટ 49.95% , 1,54,330 લોકો સાજા થયા અને એક્ટીવ કેસ 1,45,780 જ રહ્યા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસમાં રેકોર્ડ વધારો થતો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 11,458 કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 386 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.

દેશમાં દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. દેશમાં લોકોનો રિકવરી રેટ વધીને 49.47 ટકા થયો છે. દેશમાં અત્યાર સુધીમાં, દેશમાં 1,54,330 લોકો સંપૂર્ણ સાજા થયા છે અને એક્ટીવ કેસ 1,45,780 જ રહી ગયા છે. જ્યારે, ભારતમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 308,993 છે. અને ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે કુલ 8,884 લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોના વાયરસના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો થયો છે. ભારતમાં કોરોના વાયરસ ટેસ્ટિંગ માટે કુલ 885 લેબ છે જે પૈકી 642 સરકારી અને 243 ખાનગી લેબ છે. જ્યાં હાલ કોરોના વાયરસના ટેસ્ટિંગ ચાલી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 1,43,737 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 55,07,182 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે.

ભારતમાં રિકવરી રેટમાં ઝડપથી સુધાર્યો, મૃત્યુ દર આંતરરાષ્ટ્રીય સ્તર કરતા ઓછો 

રોગચાળાના નિષ્ણાતોના મતે ભારતનો મૃત્યુ દર હાલમાં 2.86 ટકા છે. એટલે કે, ચેપગ્રસ્ત 100 માંથી 2-3 લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ દર હજી આંતરરાષ્ટ્રીય સ્તર કરતા ઘણો ઓછો છે. નોંધપાત્ર બાબત એ છે કે શરૂઆતનાં સમયમાં ડબલીંગ રેટ 3.4 દિવસનો હતો જે  હવે 17.4 દિવસનો થયો છે. ભારતમાં રિકવરી રેટમાં પણ ઝડપથી સુધારો થયો છે અને હવે 49.47 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે અને ઘરે પરત ફર્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.