ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ બાદ ભારત સરકારે ચીન વિરુદ્ધ સખ્ત વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. દેશમાં ચીની પ્રોડક્ટ્સના ઉગ્ર વિરોધ બાદ ભારત સરકાર દ્વારા 100થી વધુ ચીની એપ્સ પર દેશમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે હવે સરકારે ભારતમાં સક્રિય ચીની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા Xiaomi દ્વારા બનાવવામાં આવેલ બ્રાઉઝર ‘Action Mi Browser Pro-Video Download, Free Fast & Secure’ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. એમ મીડિયા સૂત્રોથી માહિતી મળી છે.
રિપોર્ટ પ્રમાણે સરકારે વધુ એક ચીની એપ QQ ઇન્ટરનેશનલને બ્લોક કરવાના આદેશ આપ્યા છે. આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે શાઓમી બ્રાઉઝર વિરુદ્ધ કાર્યવાહી ઇન્ટરનેટ ઉપયોગ કરનાર ડિવાઇસના ફંક્શનને પ્રભાવિત કરી શકે છે. આપને જણાવી દઈએ કે Xiaomi એ ભારતમાં 10 કરોડથી વધુ સ્માર્ટફોન વેંચ્યા છે અને કંપની પ્રમુખ મોબાઇલ બ્રાન્ડ બની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.