તબલિગી જમાતનાં મરકઝ કેસમાં દિલ્હી પોલીસે ૨૦ દેશોનાં ૮૩ વિદેશીઓ વિરુદ્ધ ૧૪ હજાર પેજની ૨૦ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં મરકજ મેનેજમેન્ટ સાથે તબલીગી જમાતનાં ચીફ મૌલાના સાદનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ તરફથી જમાતીઓ વિરુદ્ધ ત્રણ વિવિધ કલમોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
જેમનાં પર ફોરેનર એક્ટ, અપેડિમિક ડિસીઝ એક્ટ અને ડિઝાસ્ટર એક્ટની કલમો લગાવવામાં આવી છે. સાકેત કોર્ટ ૧૨ જૂને ચાર્જશીટ ધ્યાનમાં લઈને સુનાવણી કરશે. સાકેત કોર્ટમાં અફઘાનિસ્તાન, બ્રાઝીલ, ચીન, અમેરિકા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, મિસ્ર, રશિયા, અલ્ગેરિયા, બેલ્જિયમ, સાઉદી અરબ, જોર્ડન, ફ્રાંસ, કઝાકિસ્તાન, મોરોક્કો, ટયુનેશિયા, યુકે, ફિજી, સુડાન, ફિલિપાઈન્સનાં નાગરિકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ચાર્જશીટથી મૌલાના સાદની મુશ્કેલીઓ વધશે । વિદેશી જમાતીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ચાર્જશીટનાં દરેકનાં વિઝા ફોર્મમાં નિજામુદ્દીન સ્થિત જમાતનાં મરકજનું સરનામુ આપવામાં આવ્યંુ છે. એટલે કે તેઓ વિદેશથી મરકજનાં કાર્યક્રમમાં જોડાવા માટે આવ્યા હતા. પૂછપરછમાં જમાતીઓએ ખુલાસો કર્યો છે કે ૨૦ માર્ચ બાદ મરકજમાં રોકાવા માટે મૌલાના સાદે જ કહ્યું હતું. જેથી ચાર્જશીટ દાખલ થવાથી મોલાના સાદની મુશ્કેલીઓ વધશે. દરેક વિદેશી જમાતીઓમાં પહેલા ૪૧ને નોટિસ આપીને તપાસમાં દાખલ કરાયા હતા અને તેમની પૂછપરછ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.