દેશમાં નોંધાયા કોરોનાના 21 હજાર નવા કેસ, આંકડો 6.25 લાખને પાર

ICMRના અહેવાલ પ્રમાણે દેશમાં બીજી જુલાઈ સુધીમાં 92,97,749 સેમ્પલ ટેસ્ટ કરાયા

દેશમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના નવા 21,000 કેસ સામે આવ્યા છે અને તે સાથે જ ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 6,25,544 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 379 લોકોના મોત થયા છે અને કુલ મૃતકઆંક 18,000ને પાર કરી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના કારણે છેલ્લા 24 કલાકમાં 379 લોકોના મોત થયા છે અને એક જ દિવસમાં નવા 20,903 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6,25,544 થઈ હઈ છે જેમાં 2,27,439 કેસ પોઝિટિવ છે અને 3,79,892 દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ, માઈગ્રેટેડ થયા છે.

ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ (ICMR)ના અહેવાલ પ્રમાણે બીજી જુલાઈ સુધી ટેસ્ટ કરવામાં આવેલા કુલ સેમ્પલની સંખ્યા 92,97,749 છે જે પૈકીના 2,41,576 સેમ્પલ ગઈકાલે જ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.