દેશ પહેલેથી જ વિદેશી મહિલા (સોનિયા ગાંધી)થી જન્મેલા એક વ્યક્તિના પ્રતિકુળ પ્રભાવોનો સામનો કરી રહ્યો છે-ભાજપી સાંસદ

મધ્યપ્રદેશના મંદસોરના ભાજપ સાંસદ સુધીર ગુપ્તાએ વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે પ્રહાર કર્યા છે. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં લગ્નને પણ મુદ્દો બનાવ્યો હતો. ભાજપના નેતાએ કહ્યું કે, ‘દેશ પહેલેથી જ વિદેશી મહિલા (સોનિયા ગાંધી)થી જન્મેલા એક વ્યક્તિના પ્રતિકુળ પ્રભાવોનો સામનો કરી રહ્યો છે. તે વ્યક્તિ રાજકાજમાં હસ્તક્ષેપ કરે છે. ભારત તેના દુષ્પરિણામ પણ ભોગવી રહ્યો છે. વિદેશી મહિલાની કૂખે જન્મેલાઓએ સરકાર સામે આંગણી ના ચિંધવી જોઇએ.’

ભાજપના સાંસદે જણાવ્યું હતું કે, ‘એવા સમયમાં કે જ્યારે સમગ્ર દેશમાં ંપુલવામા હુમલામાં માર્યા ગયેલા બહાદુર જવાનોનાં બલિદાનેન યાદ કરી રહ્યો છે, રાહુલ ગાંધીએ બેશરમ બનીને તે ક્રૂર હુમલા સંબંધમાં સવાલ ઉઠાવ્યા. અમને શરમ આવે છે કે રાહુલ અમારી વચ્ચેના છે.’ કોને ફાયદો થયો? અમે પણ સવાલ કરી શકીએ છીએ .

ભાજપ સાંસદ સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી અને તેમના સહયોગી રણદીપ સૂરજેવાલા કહે છે કે પુલવામા હુમલાથી કોને ફાયદો થયો? અમે પણ સવાલ કરી શકીએ છીએ કે એક ઇટાલિયન મહિલા અને એક ભારતીય વ્યક્તિના લગ્નથી કોને લાભ થયો? અમે એ પણ સવાલ કરી શકીએ છીએ કે તેનો નિષ્કર્ષ શું રહ્યો, કેમ કે તે લગ્નના નિષ્કર્ષ રાહુલ ગાંધી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.