કોરોના સંકટ વચ્ચે ભારતમાં અનલૉક-1 ચાલી રહ્યું છે ત્યારે ઓઈલ રીટેલ કંપનીઓ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી રહી છે. ભારતમાં લૉકડાઉનના કારણે આિર્થક મંદી વધુ ઘેરી બની છે અને રોજગારીની અનિશ્ચિતતા છતાં ઓઈલ કંપનીઓએ સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરતાં એક સપ્તાહમાં પેટ્રોલમાં રૂ. 3.90 અને ડીઝલમં રૂ. 4.00 સુધીનો વધારો થયો છે.
ઓઈલ કંપનીઓએ લગભગ 80 દિવસ પછી રવિવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર શરૂ કરતાં શનિવારે દેશમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 59 પૈસા અને ડીઝલના ભાવ પ્રતિ લીટર 58 પૈસાનો વધારો કરાયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ. 75.16 અને ડીઝલ પ્રતિ લીટર રૂ. 73.39 થઈ ગઈ છે.
દિલ્હી ઉપરાંત કોલકાતામાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 77.05 અને ડીઝલ પ્રતિ લીટર રૂ. 69.23 થઈ ગયું છે. દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુંબઈમાં સૌથી વધુ છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 82.10 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 72.03 રૂપિયા થઈ ગયો છે. ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 78.99 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 71.64 થયા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના અનેક કારણ છે. વિશ્વમાં અનેક દેશોમાં લૉકડાઉન ખૂલવાના કારણે ક્રૂડ ઓઈલની માગ વધી ગઈ છે. આ સિૃથતિમાં ક્રૂડ ઓઈલના ભાવ મજબૂત થવા લાગ્યા છે અને ડૉલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો ચાલુ રહ્યો છે. બીજીબાજુ ભારતમાં પેટ્રોલિયમ કંપનીઓ તેમનું નુકસાન બચાવતા તેનો બોજ ગ્રાહકો પર નાંખવા લાગી છે.
આગામી થોડાક દિવસો સુધી પેટ્રોલ અને ડીઝલમાં હજુ વધારો થઈ શકે છે, કારણ કે ક્રૂડ ઓઈલ કંપનીઓ તેમના નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી છે. દરમિયાન દેશમાં સતત સાત દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના કારણે કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસે શનિવારે આક્ષેપ કર્યો હતો કે લોકડાઉનથી સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી ગઈ છે તેવા સમયમાં પણ મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ઊંચા ટેક્સ સાથે સામાન્ય માણસ પર બોજ નાંખી રહી છે. કેન્દ્ર સરકારે 5મી માર્ચથી અત્યાર સુધીમાં ઈંધણ પર રૂ. 2.5 લાખ કરોડની આવક કરી છે છતાં તે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલમાં નીચા ભાવનો લાભ સામાન્ય માણસને આપવા માગતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.