દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મુકેશ અંબાણી દેશની સાથોસાથ એશિયાના પણ સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. કુલ 37 અબજ ડૉલર એટલે કે લગભગ 4801.82 અબજ રૂપિયાના નેટવર્થની સાથે તેઓ વિશ્વના નવમા સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણીએ આ દરમિયાન દરેક કલાકે 7 કરોડ રૂપિયા કમાયા. આ જાણકારી ‘હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2020’ (Hurun Global Rich List 2020)થી સામે આવી છે. દુનિયામાં ચાલી રહેલી આર્થિક સુસ્તીની વચ્ચે 2019માં ભારતમાં દર મહિને ત્રણ નવા અબજપતિ બન્યા અને તેમને મેળવીને અબજપતિઓની કુલ સંખ્યા 138 થઈ ગઈ છે. આ આંકડો ચીન અને અમેરિકા બાદ સૌથી વધુ છે. ‘હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2020’ અનુસાર, 799 અબજપતિઓની સંખ્યા સાથે ચીન યાદીમાં પહેલા સ્થાને અને 626 અબજપતિઓ સાથે અમેરિકા બીજા સ્થાને છે.
એક અબજથી વધુ નેટવર્થવાળી વ્યક્તિઓની ગણતરીના આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે. તેના હિસાબથી દુનિયામાં કુલ 2,817 અબજપતિ છે. અમેઝોન ડૉટ કૉમના સીઈઓ જેફ બેજોસ (Jeff Bezos) દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થ 140 અબજ ડૉલર છે. ત્યારબાદ 107 અબજ ડૉલરની નેટવર્થની સાથે એલએમવીએચના બર્નાર્ડ ઑરનૉલ્ટ બીજા અને 106 અબજ ડૉલરની નેટવર્થ સાથે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ ત્રીજા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.