દેશની ટોપ-10 કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 4.2 લાખ કરોડનું ધોવાણ

દેશના બજારમાં સૌથી વધુ મૂલ્ય ધરાવતી ટોપ-10 કંપનીઓના માર્કેટ કેપમાં ગત અઠવાડિયા રૂપિયા 4,22,393.44 કરોડનું ધોવાણ નોંધાયું છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસના માર્કેટ કેપ અને બજાર મૂલ્યમાં સૌથી વધારે ઘટાડો થયો છે. કોરોના, યસ બેન્કની કટોકટી તેમજ ક્રૂડ વોરના કારણે વૈશ્વિક બજારો હાલ આકરી પરિસિૃથતિનો સામનો કરી રહ્યા છે. જેના કારણે આ કંપનીના બજાર મૂલ્ય પર પણ વિપરિત અસર પડી છે.

બી.એસ.ઇ.

સેન્સેક્સમાં ગત અઠવાડિયે 3473.14 પોઇન્ટ આૃથવા 9.24 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના માર્કેટ કેપમાં 1,16,549 કરોડનો ઘટાડો થઇ તેનો માર્કેટ કેપ અઠવાડિયાના અંતે  6,78,168 કરોડ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્કેટ કેપ 1,03,425 કરોડના ઘટાડા સાથે 7,01,693 કરોડ થયો હતો.

ઇન્ફોસિસને પણ અઠવાડિયે ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો. તેના માર્કેટ વેલ્યુએશનમાં 41,315 કરોડનો ઘટાડો થયો હતો અને વેલ્યુએશન 2,73,505 કરોડ પર પહોંચ્યું હતું.  એચ.ડી.એફ.સી. બેન્કનો માર્કેટ કેપ 34,919 કરોડના ઘટાડા સાથે 5,87,190 કરોડ પર પહોંચ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.