દેશના ટોપ-10 ધનિકો માં મુકેશ અંબાણી સામેલ, લોકડાઉનમાં પણ કમાણી પ્રતિ કલાક 90 કરોડ

લોકડાઉન દરમિયાન દેશનુ અર્થતંત્ર લગભગ ઠપ પડી ગયુ હતુ ત્યારે પણ ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના માલિક મુકેશ અંબાણી પ્રતિ કલાક 90 કરોડ રુપિયાની કમાણી કરી રહ્યા હતા.

આજે જાહેર થયેલા ઈન્ડિયાના ધનિક વ્યક્તિઓના લિસ્ટમાં સતત નવમા વર્ષે પણ મુકેશ અંબાણી પહેલા ક્રમે રહ્યા છે.આ રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 6.58 લાખ કરોડ રુપિયા છે.તેમની વ્યક્તિગત સંત્તિમાં 2.77 લાખ કરોડ રુપિયાનો વધારો છેલ્લા નવ વર્ષમાં થયો છે.તેઓ અશિયાના સૌથી ધનિક અને દુનિયાના ચોથા ક્રમના સૌથી વધુ ધનિક વ્યક્તિ બની ગયા છે.છેલ્લા એક વર્ષમાં તેમની કુલ સંપત્તિમાં 73ટકાનો વધારો થયો છે.

આ લિસ્ટમાં બીજા ક્રમે લંડનમાં રહેતા હિન્દુજા ભાઈઓ છે.જેમની સંપત્તિ 1.43 લાખ કરોડ રુપિયા છે.ત્રીજા ક્રમે એચસીએલના સ્થાપક શઇવ નાડર છે .જેમની સંપત્તિ 1.41 લાખ કરોડ છે.ચોથા સ્થાને ગૌતમ અદાણી અને વિપ્રોના અઝિમ પ્રેમજી પાંચમા સ્થાને છે.

એવેન્યૂ સુપર માર્ટસના સ્થાપક રાધાકિશન દામાણીએ પહેલી વખત ટોપ 10માં સ્થાન મેળવ્યુ છે.તેઓ આ લિસ્ટમાં સાતમા ક્રમે છે.આ સિવાય ટોપ ટેનમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સાઈસર પૂનાવાલા, કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક, સન ફાર્માના દિપિલ સંઘી અને શાપુરજી પાલનજી ગ્રૂપના શાપુરજી મિસ્ત્રી સામેલ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.