દેશને વેન્ટિલેટર, N-95 માસ્ક, પી.પી.ઇ. કિટ પૂરી પાડવા માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ

વેન્ટિલેટર, એન-૯૫ માસ્ક, થ્રી લેયર માસ્ક, પીપીઇ કિટ હવે ગુજરાતમાં  જ બનાવાઇ રહ્યા છે. ગુજરાતની ફાર્મા કંપનીઓ પણ સમગ્ર વિશ્વમાં કોરોના સામે લડવાની પ્રાથમિક દવાઓ બનાવીને પૂરી પાડી રહી છે. આમ, ગુજરાત પોતાનું ધ્યાન રાખી જ રહ્યું છે તેની સાથે જ ભારતની ચિંતા કરીને અન્ય દેશોની પણ મદદ કરવા માટે પણ ગુજરાત તૈયાર છે તેમ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૃપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વભરના ગુજરાતી પરિવારોનું સંબોધન કર્યું હતું અને જેમાં તેમણે વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે સાથે મળીને વિજયી થઇશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘ગુજરાતમાં ટેસ્ટિંગ, ટ્રિટમેન્ટ, કોરેન્ટાઇન, ક્લસ્ટર કોરેન્ટાઇનની સુવિધાઓ હોવાને કારણે રાજ્યમાં કોરોનાના ફેલાવાને સિમિત રાખવામાં આપણે મહદ્અંશે સફળ રહ્યા છીએ. હાલમાં ટેસ્ટિંગની સંખ્યામાં ધરખમ વધારો કર્યો છે અને તેનો લાભ આપણે લઇ રહ્યા છીએ. આ પ્રકારની પરિસ્થિતિનો અંદાજો ૧૫ માર્ચથી જ ગુજરાતે પબ્લિક અવેરનેસથી શરૃ કરી દીધો હતો. જાહેર સ્થળો બંધ કરી દેવાયા, પબ્લિક ટ્રાન્સપોર્ટને સેનેટાઇઝ કર્યા અને રાજ્યના ૬ જિલ્લાઓમાં લોકડાઉન પણ શરૃ કરી દીધું હતું. વડાપ્રધાન મોદીએ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું ત્યારે ગુજરાત વધુ સારી રીતે તૈયાર હતું. ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા અને આરોગ્ય માળખું પહેલેથી જ મજબૂત છે અને તેને જ કારણે ચીનનો પણ આપણે રેકોર્ડ તોડીને માત્ર ૭ દિવસમાં ૨૨૦૦ બેડની માત્ર કોવિડને સમર્પિત હોસ્પિટલ તૈયાર કરી શક્યા છીએ. ‘

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.