દેશને વાઈ-ફાઈ સજ્જ કરવા 1 કરોડ ડેટા સેન્ટર ઉભા કરાશે

– કોઈ પણ દુકાનને વધારાના લાઈસન્સ વગર ‘પબ્લિક ડેટા ઓફિસ’માં ફેરવી શકાશે

– કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં મંજૂરી

આખા દેશને વાયરલેસ ફિડિલિટી (વાઈ-ફાઈ) ઈન્ટરનેટ કનેક્શન મળી રહે એટલા માટે સમગ્ર દેશમાં ૧ કરોડ ડેટા સેન્ટર ઉભા કરાશે. કેન્દ્રિય કેબિનેટે આજે બેઠકમાં આ બિલને મંજૂરી આપી હતી. આખા દેશમાં પબ્લિક ડેટા ઓફિસ (પીડીઓ) ખોલવામાં આવશે. આ ઓફિસ હકીકતે લોકોની દુકાન જ હશે. કોઈ પણ વધારાના લાઈસન્સ વગર રસ ધરાવતા દુકાનદારો પીડીઓ શરૃ કરી શકશે.

પીડીઓ સેન્ટર પાસેથી વાઈ-ફાઈ સબસ્ક્રિપ્શન લઈને આસપાસના લોકો ઈન્ટરનેટનો સરળતાથી ઉપયોગ કરી શકશે. ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત આખા દેશને સરળતાથી ડેટા કનેક્શન મળી રહેઈન્ટરનેટ મળતું થાય એ માટે સરકારે આ પગલાંની જાહેરાત કરી હતી. આ યોજનાને સરકારે પીએમ-વાણી નામ આપ્યું છે.

 

ભારતના પશ્ચિમ કાંઠે આવેલા ટાપુ લક્ષદ્વિપને પણ ફાઈબર કનેક્ટિવિટીથી જોડાશે. એ માટે કેબલ કેરળના કોચીથી લંબાવાશે. સરકાર દેશમાં સર્વત્ર ફોર-જી કનેક્શન મળી રહે એ માટે કાર્યરત થઈ છે. સરકારના આ પ્રયાસથી રોજગારાની નવી તકો પણ સર્જાશે. ભારત નેટ દ્વારા અઢી લાખ ગ્રામ પંચાયતોને પણ બ્રોડબેન્ડ કનેક્શન પુરું પાડવાની સરકારની યોજના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.