દેશભરમાં ચકચાર મચાવનાર નિર્ભયા કેસના ચાર ગુનેગારોને હવે આવતીકાલે સવારે 5:30 વાગ્યે ફાંસી

દેશભરમાં ચકચાર મચાવનાર નિર્ભયા કેસના ચાર ગુનેગારોને હવે આવતીકાલે સવારે 5:30 વાગ્યે ફાંસી થવાના આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.

જોકે દોષીઓએ હજી પણ આશા છોડી નથી અને જાત જાતના કાનૂની દાવપેચોને તે સહારો લઈ રહ્યા છે. આ પૈકી અક્ષય સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી કરીને ફાંસીની સજા પર રોક લગાવવાની માંગ કરી છે. તેની દલીલ છે કે, મારી દયાની અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે એટલે ફાંસીની સજા રોક લગાવાયા.

દરમિયાન કોર્ટની બહાર અક્ષય સિંહની પત્ની પુનિતા દેવી રડતા રડતા બેહોશ થઈ જતા દોડધામ મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, પુનિતા દેવીએ બિહારની ફેમિલી કોર્ટમાં અક્ષયસિંહ સાથે છુટાછેડા લેવા અરજી આપી છે. જેમાં તેણે કહ્યુ છે કે, હું પતિના મોત બાદ વિધવા બનીને જીવી શકુ તેમ નથી.

જોકે સરકારી વકીલે કહ્યુ હતુ કે, દોષીઓના વકીલ દયા અરજી પેન્ડિંગ હોવાની ખોટી માહિતી આપી રહ્યા છે. ગુનેગારો પોતાના તમામ વિકલ્પોનો ઉપયોગ કરી ચુક્યા છે. છુટાછેડાની અરજી નિર્ભયા કેસમાં વચ્ચે આવી શકે તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.