દેશભરમાં મોટાપાયે શરૂ કરવામાં આવશે વાઈ-ફાઈ નેટવર્ક, કેન્દ્રીય કેબિનેટમાં લેવાયો નિર્ણય

કેન્દ્ર સરકારે દેશમાં મોટાપાયે PM WiFi એક્સસ નેટવર્ક ઈન્ટરફેસની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, આ નિર્ણય બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે, તેના હેઠળ દેશમાં જાહેર ડેટા સેન્ટર ખોલવામાં આવશે. તે માટે કોઈ લાઈસન્સ, શુલ્ક કે રજિસ્ટ્રેશન નહી હોય.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પ્રમાણે સરકારે દેશમાં 1 કરોડ ડેટા સેન્ટર ખોલશે. આ યોજનાને પ્રધાનમંત્રી વાઈ-ફાઈ એક્સેસ ઈન્ટરફેસ નામ આપવામાં આવ્યું છે. જેના દ્વારા દેશમાં વાઈ-ફાઈ ક્રાંતિ આવશે.

તેમણે જણાવ્યું કે, આ સાથે જ કેબિનેટે કોચ્ચિ અને લક્ષદ્વીપ સમુહ વચ્ચે સબમરિન ઓપ્ટિકલ ફાઈબર કેબલ કનેક્ટિવિટીની જોગવાઈને પણ મંજુરી આપી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે કેબિનેટે ઉત્તર-પૂર્વ ક્ષેત્ર માટે વ્યાપક દુર સંચાર વિકાસ યોજના હેઠળ અરૂણાચલ પ્રદેશ અને અસમના બે જિલ્લામાં મોબાઈલ કવરેજ ઉપલબ્ધ કરાવવા માટે USOF યોજનાને મંજુરી આપી છે. વ્યાપક દુરસંચાર વિકાસ યોજના 2374 ગામડાંઓમાં મોબાઈલ કવરેજ ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવી છે.

નવા કૃષિ કાનુનોને લઈને ખેડુતો અને સરકાર વચ્ચે વાતચીતના સવાલ પર કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ પ્રક્રિયા હજી ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.