સુરત. કોરોના મહામારીમાં હોમ આઈસોલેશનનો કોન્સેપ્ટ વિશ્વમાં સ્વીકાર્ય બન્યો છે. આવા સંજોગોમાં લક્ષણ વગરના અને સામાન્ય લક્ષણ ધરાવતા કોવિડ દર્દીઓને ઘરમાં આઈસોલેટ કરી શકાય અને તેમની સારવાર સરકારની ગાઈડલાઈન્સ મુજબ તેમના ઘરમાં જ થઈ શકે છે.
દરેક દર્દીઓને નિઃશુલ્ક બેડ, દવાઓ, પૌષ્ટિક ભોજન, નાસ્તો, પાણી અને ડોક્ટર સાથે એમ્બ્યુલન્સની સુવિધાઓ કરવામાં આવી છે
આ બાબતને વિશાળ હિતમાં અનુસરતાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ તેમજ નાણા વિભાગના સચિવ મિલિંદ તોરવણેના માર્ગદર્શન હેઠળ એસએમસી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના પ્રત્યક્ષ માર્ગદર્શન દ્વારા દેશભરમાં નવતર પહેલરૂપે કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભારતમાં પહેલી વાર સામૂહિક આઈસોલેશનનો કોન્સેપ્ટ સુરતમાં શરૂ કરાયો છે. સુરતના પાટીદાર સમાજ, વાટલીયા પ્રજાપતિ સમાજ, આહિર સમાજ, વ્હોરા સમાજ તેમજ રાણા સમાજ દ્વારા પોતાના સમાજબંધુઓ માટે કુલ 480 બેડની સુવિધાયુક્ત ખાસ કોમ્યુનિટી આઈસોલેશન વોર્ડ ઊભા કરાયા છે. આ આઈસોલેશન સુવિધામાં દરેક દર્દીઓને નિઃશુલ્ક બેડ, દવાઓ, પૌષ્ટિક ભોજન, નાસ્તો, પાણી અને ડોક્ટર સાથે એમ્બ્યુલન્સની સુવિધાઓ કરવામાં આવી છે. તમામ સેન્ટરોને સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્ર સાથે લિંકઅપ કરવામાં આવ્યાં છે. અહીં દાખલ દર્દીને ઈમરજન્સી મેડિકલ સેવા પણ મળી શકશે. આ પાંચ સમાજ દ્વારા પોત-પોતાના સમાજના
હળવી અસર ધરાવતાં દર્દીઓને સારસંભાળ રાખવામાં આવી રહી છે. ઘર જેવું વાતાવરણ આપતાં આ પ્રકારના સામૂહિક આઇસોલેશન સેન્ટર સિવિલ તેમજ સ્મીમેર હોસ્પિટલ પરનું ભારણ ઘટાડવામાં સહાયરૂપ બની રહ્યા છે.
પાટીદાર સમાજ 100 બેડ આપશે
કોવિડ માટેના ખાસ ફરજ પરના અધિકારી રિટાયર્ડ આઈ.એસ.એસ. આર.જે. માંકડિયાએ જણાવ્યું કે, વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકો કરીને દેશભરમાં સૌપ્રથમવાર જ્ઞાતિ સમૂહોની સમાજ વાડીમાં‘કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર’નો કોન્સેપ્ટ અમલમાં લવાયો છે. સુરતના પાટીદાર સમાજ દ્વારા 110, વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા 70, આહિર સમાજ દ્વારા 100, વ્હોરા સમાજ દ્વારા 50 તેમજ રાણા સમાજ દ્વારા 50 બેડ મળી કુલ 480 બેડની સુવિધા ધરાવતાં કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યાં છે. મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા પણ 100 બેડનું આઈસોલેશન સેન્ટર બનાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.