દેશદ્રોહી કહીને બોલાવશો તો ભાજપમાં જોડાઈ જઈશઃ કન્હૈયા કુમારે માર્યો ટોણો

ભારત વિરોધી નારાઓના પગલે દેશમાં ચર્ચામાં આવેલા જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારે પણ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરુ કરી દીધો છે.

કોમ્યુનિસ્ટ પાર્ટી માટે પ્રચાર કરી રહેલા કન્હૈયા કુમારે કહ્યુ હતુ કે, લોકોએ 2015ની ચૂંટણીમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસના ગઠબંધનને મત આપ્યા હતા, તેના કારણે નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા.જેમણે પાછળથી પલટી મારીને ભાજપ સાથે જોડાણ કર્યુ હતુ.

હવેની ચૂંટણીમાં એવા નેતાને મત આપજો જે પલટી ના મારે.લોકો પહેલા કહેતા હતા કે ઈવીએમ હેક થાય છે પણ ભાજપ તો મુખ્યમંત્રી જ હેક કરી રહી છે.ભાજપમાં જોડાતા પહેલા જે નેતા ખરાબ હોવાનુ કહેવાય છે તે ભાજપમાં જોડાતા જ શુધ્ધ થઈ જાય છે.જો મને પણ વધારે દેશદ્રોહી-દેશદ્રોહી કહેશો તો હું પણ ભાજપમાં સામેલ થઈ જઈશે.એ પછી મારા પરના તમામ આરોપો ખતમ થઈ જશે.

કન્હૈયા કુમારે કહ્યુ હતુ કે, લોકો સમજી ચુક્યા છે અને ખાલી વાયદા કરનારાઓને મત નહી આપે.જે ખરેખર વિકાસ કરે છે તેમને લોકો મત આપશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.