નવા વેરિઅન્ટ ડેલ્ટા પ્લસે એક્સપર્ટ અને સામાન્ય લોકોની ચિંતા વધારી છે. સાથે દેશમાં જલ્દી કોરોનાની ત્રીજી લહેરની આશંકા ગણાવી છે.
એક રિપોર્ટ અનુસાર નેશનલ એડવાઈઝરી ગ્રૂપના ચેરમેન ડો. એનકે અરોરાએ કહ્યું કે કોરોનાના નવા વેરિઅન્ટ ડેલ્ટા પ્લસની સાથે ત્રીજી લહેરને જોડવું યોગ્ય નથી. તો પણ ત્રીજી લહેરથી નવા વેરિઅન્ટનો સંબંધ છે. અત્યાર સુધી ડેલ્ટા પ્લસના 51 કેસ મળ્યા છે. તેમનું કહેવું છે કે આ સિવાય ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની અસર થશે કે નહીં તે જાણવા માટે 3 અલગ અલગ ફેક્ટર કામ કરશે.
મોટી સંખ્યામાં વેક્સિન લગાવાશે તો તેમાં ઈમ્યુનિટી વધશે અને ત્રીજી લહેરની અસર ઓછી રહે છે. આ સિવાય રહેણી કરણી અને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે માસ્કનો ઉપયોગ અસર કરશે.એક્સપર્ટનું કહેવું છે કે આ દરેક ફેક્ટર પર નજર કરીએ તો આશા છે કે ત્રીજી લહેરને ટાળી શકાય છે. એવામાં ડિસેમ્બર સુધીમાં ત્રીજી લહેરની અસર જોવા મળી શકે છે. આ સાથે સરકારે રોજ એક કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.