દેશ હાલમાં કોરોના સંકટનો કરી રહ્યો છે સામનો, દરેક રાજ્યોમાં સ્વાસ્થ્ય સુવિધાઓની પોલ ખોલતી દેખાઇ રહી છે

ઝારખંડના શહેરો પણ આનાથી અછુતા નથી. અહીં તો પાછલા દિવસોમાં એક કોરોના દર્દીનું હોસ્પિટલમાં મંત્રીની સામે જ મોત થયું. આ ઘટના ત્યારે બની જ્યારે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તે હોસ્પિટલનું નીરિક્ષણ કરવા માટે ગયા હતા.

કોરોના પીડિત પવન ગુપ્તાને હોસ્પિટલના ડૉક્ટરોએ અટેન્ડ કર્યા નહીં. પીડિતની દીકરી અને અન્ય પરિજનો હોસ્પિટલની બહાર આજીજી કરતા રહ્યા, પણ કોઇએ પણ તેમનું સાંભળ્યું નહીં.

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા PPE કિટ પહેરી ત્યાં મોજૂદ હતા, પણ તેઓ સામેથી પસાર થઇ ગયા. એવામાં મૃતકની દીકરીએ મંત્રીને ખૂબ સંભળાવ્યું અને કહ્યું કે નેતાઓને માત્ર વોટથી નિસ્બત છે, શું તે તેના પિતાને પાછા લાવી શકે છે.

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા પીપીઈ કિટ પહેરી તે હોસ્પિટલનું નીરિક્ષણ કરી રહ્યા હતા, દાવો કરવામાં આવ્યો કે સ્થિતિ સામાન્ય છે. પણ એ દાવાઓ મિનિટોમાં ખોટા સાબિત થયા અને તેમની પોલ ખુલી ગઇ.
એટલું જ નહીં કોરોનાથી મોત થનારા દર્દીઓનું અંતિમ સંસ્કાર કરવા માટે પણ જગ્યા મળી રહી નથી. ત્યાં પણ વેઈટિંગ ચાલી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.