દેશની એક એવી જગ્યા છે જ્યાં 15 ઓગસ્ટે નહીં પરંતુ 14 ઓગસ્ટની રાત્રે તિરંગો ફરકાવવામાં આવે છે.

ભારત 15 ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સમગ્ર દેશમાં આ દિવસે સવારે તિરંગો ફરકાવવામાં આવશે. પરંતુ બિહારના પૂર્ણિયામાં 15મીએ નહીં પરંતુ 14 ઓગસ્ટે મધ્યરાત્રિએ ત્રિરંગો ફરકાવવામાં આવે છે. વાઘા બોર્ડર પર પણ રાત્રે બરાબર 12 વાગે ધ્વજ ફરકાવવાની પરંપરા છે. જોકે, પૂર્ણિયામાં રાત્રે ધ્વજ ફરકાવવા પાછળ આઝાદી સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે. પૂર્ણિયા ઝંડા ચોક ખાતે, લોકો 14 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યે ધ્વજ ફરકાવીને આઝાદીની ઉજવણી કરે છે અને અને મીઠાઈઓ વહેંચે છે.

આ સાથે જોડાયેલો કિસ્સો સ્વતંત્રતા દિવસની રાતનો છે. લોકો રોજ દેશ આઝાદ થવાની રાહ જોતા હતા, આખરે એ સમય આવી ગયો જ્યારે દેશની આઝાદીની જાહેરાત થવાની હતી. 14 ઓગસ્ટ 1947ના રોજ પૂર્ણિયાના લોકો આઝાદીના સમાચાર સંભાળવા માટે બેચેન હતા. ઝંડા ચોક સ્થિત મિશ્રા રેડિયોની દુકાન પર દિવસભર ભીડ લાગેલી હતી, પરંતુ ઘણો સમય વીતી જવા છતાં રેડિયો પર આઝાદીના સમાચાર ન આવ્યા. લોકો ઘરે પાછા ફર્યા, પરંતુ મિશ્રા રેડિયોની દુકાન ખુલ્લી રહી.

કહેવાય છે કે રાતના લગભગ 11 વાગ્યા હતા. તે સમયે રામેશ્વર પ્રસાદ સિંહ, રામજતન સાહ, કમલ દેવ નારાયણ સિન્હા, ગણેશ ચંદ્ર દાસ અને તેમના સહયોગીઓ પૂર્ણિયાના ઝંડા ચોકમાં આવેલી મિશ્રા રેડિયોની દુકાને પહોંચ્યા. બધાના કહેવા પર રેડિયો ચાલુ કરવામાં આવ્યો. રેડિયો ચાલુ થતાં જ માઉન્ટબેટનનો અવાજ સંભળાયો. અવાજ સાંભળતા જ લોકો ખુશીથી ઉછળી પડ્યા. માઉન્ટબેટને જાહેરાત કરી હતી કે દેશ આઝાદ થઈ ગયો. આ ખુશખબર સંભાળતા જ બધાએ એકબીજાને અભિનંદન આપ્યા.

લોકોએ પૂર્ણિયાના એ જ ચોકમાં ધ્વજ ફરકાવવાનું વિચાર્યું. ઉતાવળે વાંસ, દોરડું અને તિરંગો ઝંડો મંગાવવામાં આવ્યો. 14 ઓગસ્ટ 1947ની રાતે 12.01 વાગે સ્વાતંત્ર્ય સેનાની રામેશ્વર પ્રસાદ સિંહે તિરંગો ફરકાવ્યો. એ જ રાતે આ ચાર રસ્તાને ઝંડા ચોક નામ આપવામાં આવ્યું. જણાવી દઈએ કે દેશમાં વાઘા બોર્ડર પર પણ રાત્રે જ ધ્વજ ફરકાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.