ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે દેશના હાલના હાલતને લઇને કહ્યું છે કે દેશ ઉથલ-પાથલમાં છે. ગાવસ્કરે કહ્યું કે આજે વિદ્યાર્થીઓ ક્લાસની જગ્યાએ રસ્તા પર આવી ગયા છે.
26માં લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું આપણા કેટલાક યુવાઓ ક્લાસમાં રહેવાની જગ્યાએ રસ્તા પર છે. તેમાથી કેટલાક રસ્તા પર ઉતરવાના કારણે હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે. કુલ મળીને બહુ સંખ્યક વર્ગ હાલ પણ ક્લાસમાં કરિયર બનાવવા અને ભારતને આગળ વધારવા અને બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે આપણે એકજૂથ થઇને આગળ જઇ શકીએ છીએ. આજ આપણાને રમત શીખવાડે છે. જ્યારે આપણે સાથે હોઇએ છીએ તો આપણે જીતીએ છીએ. ભારત પહેલા પણ ઘણી સમસ્યાઓથી પાર પાડી છે અને આ વાતથી પણ છૂટકારો મેળલી લેશે.
દિલ્હીની જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ સીએએ અને એનઆરસીને લઇને રસ્તા પર આવી ગયા હતા આ દરમિયાન જામિયામાં હિંસા પણ જોવા મળી હતી અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સીએએ અને એનઆરસીના વિરોધમાં રસ્તા પર આવી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.