દેશભકિત ની વાતો કરનાર રૂપાણીએ જ ઉઝબેકિસ્તાન માં ભારતનું અપમાન કર્યું

તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઉઝબેકિસ્તાન ના એન્ડિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા(ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતીય મહિલા સાહસિકતાના પ્રતિનિધિરૂપ બહેનોને સંબોધન કર્યું હતું.જે અંગે નો અહેવાલ ગુજરાત માહીતી ખાતાએ સોશ્યલ મીડિયા પેજ પર ફોટો સાથે અપલોડ કર્યો છે,ત્યારે આ ફોટોમાં મુખ્યમંત્રી રૂપાણીની સામે રહેલ રાષ્ટ્રધ્વજ ના રંગો ઉલ્ટા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે.

જો કોઈ સંન્ય નાગરિકો દ્વારા આવી ભૂલ થાય તો તેમના દ્વારા નાગરિક ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે છે.તો શું મુખ્ય મંત્રી શ્રી ભારતના નાગરિક જ છે ને? ,હવે જોવાનું એ રહ્યું કે સરકાર તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે છે કે નહિ?

અર્થાત મુખ્યમંત્રીની સામે જ રાષ્ટ્ર ધ્વજ ઊંધો છે, છતાં પણ આ બાબતે મુખ્યમંત્રી નું ધ્યાન દોરવામાં આવ્યુ નથી. જો કે મુખ્યમંત્રીની સામે રાષ્ટ્ર ધ્વજ ઊંધો છે,છતાં પણ ગુજરાત માહિતી ખાતાએ જે ફોટો અપલોડ કર્યા છે એ ફોટો જોતા એવું લાગે છે કે માહિતી ખાતા નું ધ્યાન પણ આ બાબત ઉપર ગયું નથી. જેને લઈને હાલમાં સોશિયલ મીડિયામાં આ ફોટોની અને મુખ્યમંત્રીની ભારે ટીકા થઇ રહી છે.ફોટો માં ભારતના રાષ્ટ્રધ્વજ માં લીલો રંગ ઉપર અને કેસરી રંગ નીચે હોય તેવું સ્પષ્ટ પણે દેખાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.