સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(સીબીડીટી) ને એક મોટી સફળતા મળી છે. વિભાગે કરોડો રૂપિયાના હવાલાના ધંધામાં સંકળાયેલ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. સીબીડીટી મુજબ આવકવેરા વિભાગે ગેરકાયદેસર ચાલી રહેલા કરોડો રૂપિયાના હવાલાના બિસનેસથી સંકળાયેલ એક ગેંગની ઘરપકડ કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ સીબીડીટીએ જણાવ્યું કે આવકવેરા વિભાગે 3,300 કરોડ રૂપિયાના ગેબકાયદેસર ચાલી રહેલા હવાલા બિઝનેસ સાથે સંકળાયેલ એક ગેંગનો ભાંડો ફોડ્યો છે. ગેંગનું નેટવર્ક દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં ફેલાયેલ હતું. આ ગેંગનો સંબંધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વેપાર કરતા કેટલાક ઉચ્ચ કોર્પોરેટ લોકો સાથે હતો. રિપોર્ટ પ્રમાણે સીબીડીટીએ જણાવ્યું કે ટેક્સ ચોરીના આ મોટા ખેલને ખુલ્લો પાડવા માટે આ મહિનાના પહેલા અઠવાડિયામાં દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, ઇરોડ, પુણે, આગ્રા અને ગોવામાં 42 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉપરાંત વિભાગે કહ્યું કે આ કેસ હેઠળ તપાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના ટોચના કોર્પોરેટ ગૃહો તરફથી નકલી કરાર અને બીલોના માધ્યમથી ટેક્સ ચોરીના મોટા રેકેટ અંગે જાણ થઈ. જોકે સીબીડીટીએ જેમના ત્યાં દરોડા પાડ્યા હતા તેમના નામ અંગે કોઈ માહિતી આપી નહોતી. સીબીડીટીનો દાવો છે કે જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવેલ મૂડીની એન્ટ્રી ઓપરેટરો, લોબી કરનારાઓ અને હવાલા ડીલરો દ્વારા હેરા-ફેરી કરવામાં આવતી હતી. તપાસમાં જણાવ્યું છે કે આ પ્રકારની હેરા-ફેરી કરનારી પ્રમુખ કંપનીઓ દિલ્હી અને મુંબઈની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.