દેશભરમાં એટીએમ ફ્રોડ કરવામાં નામચીન મેવાતી ગેંગ સુરતથી ઝડપાઇ

સુરત શહેરના ATM મશીનમાં છેડ-છાડ કરનારાથી થઈ જાવો સાવધાન. ATM મશીનમાં છેડછાડ કરી રૂપિયા ઉપાડી જનારી હરિયાણાની મેવાતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકી પાસેથી 25 ATM કાર્ડ, 6 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા પોલીસે કબ્જે કર્યા છે. ઝડપાયેલી મેવાતી ગેંગની ટોળકી દેશભરમાં એટીએમ ફ્રોડ કરવામાં નામચીન છે.

પોલીસના સકંજામાં આવેલા હરિયાણાની મેવાતી ગેંગના સભ્ય પકડાયા ત્યારે ચોંકવનારી હકીકતો બહાર આવ હતી. સુરતના ભાગા તળાવ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની એટીએમમાં છેડછાડ કરવામાં આવી હોવાનું ધ્યાન મેનેજરને ગયું હતું. આ ટોળકી દ્વારા ATMમાં ચેડાં કરી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું, પરંતુ ટેકનિકલી સમજ ના પડી હતી કે શું ખેલ થયો છે. એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવતા અને ધ્યાનથી અભ્યાસ કર્યા બાદ આ કારનામું કરનારા દેખાયા હતા અને એમને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આરોપી નિયામત દિનમોહમદ સલીમખાન, મોસીમ ખાન આમલખાન, રેહાન ઉર્ફે રિનની અલાઉદ્દીન મેવ, રેહમાન ઉર્ફે ચુનના અજિજ રંગરેજને પોલોસે હાલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓની ઉલટ તપાએ કરતા તેમની પાસેથી 25 Atm ડેબિટ કાર્ડ, રોકડા રૂપિયા, છ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ ટોળકીમાં કોઈએ પણ વધુ અભ્યાસ કર્યો નથી પરંતુ મોડેસ ઓપરેન્ડી ગજબની હતી. એટીએમમાં પ્રવેશ કરવાનો અને કાર્ડ મારફતે રૂપિયા કાઢવાના અને જેવા રૂપિયા મશીનમાંથી નીકળે કે તુરંત તેજ આ ટોળકી એટીએમ મશીનની સ્વિચ બંધ કરી દેતા હતા, જેથી મશીન બંધ થઈ જવાથી ડેટા સ્ટોર ના થતા હતા. ત્યાર બાદ આ ટોળકી બેંકમાં ફોન કરીને ફરિયાદ કરતી હતી કે એટીએમમાંથી રૂપિયા નીકળ્યા નથી, બેંક પણ તપાસ કરતી હતી. જોકે મશીન અચાનક બંધ થવાના કારણોસર ડેટા ના દેખાતા હોવાથી ખાતામાં રૂપિયા પરત કરી નાખ્યા હતા, આ ખેલ હતો આ ટોળકી નો, પરંતુ હાલ આ ટોળકી પોલીસ સ્ટેશનમાં પાંજરે પુરાઈ ગઈ છે અને હવે પોલિસ હવે આ ટોળકી સાથે પુછપરછની રમત રમી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.