દેશમાં કોરોનાના એક્ટિવ કેસ વધી રહ્યા છે ખૂબ ઝડપથી,કોરોના સંક્રમણને કાબૂમાં લેવા કેન્દ્રએ આપી સલાહ

કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે જે જિલ્લામાં સંક્રમણ વધારે છે ત્યાં 14 દિવસનું કડક લોકડાઉનલગાવવામાં આવે. સંક્રમણની કડીને તોડવામાં તેનાથી મદદ મળશે. આ નિયમ એ જગ્યાઓ માટે લાગૂ કરાશે જ્યાં 10 ટકાથી વધારે કેસ જોવા મળી રહ્યા છે.

આ વિસ્તારોમાં સ્થાનિક રીતે લોકડાઉન જાહેર કરાશે. હાલમાં યૂપી સરકારે શુક્રવાર સાંજથી મંગળવાર સુધી લોકડાઉન જાહેર કર્યું હતું તેને વધારીને હવે 6 મેની સવારે 7 વાગ્યા સુધી લંબાવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 250 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ10 ટકાથી વધારે છે. જો કે આ સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સંક્રમણનો દર વધારે હોવાથી એક વિશેષ સ્થાન પર સૌથી વધારે દર્દી આવી રહ્યા છે. અહીં દર્દીની સંખ્યા વધારે છે તો સ્થાનિક લોકડાઉન લગાવી શકાય છે.

9 રાજ્યોમાં સંક્રમણ રેટ 5-15 ટકા રહ્યો છે તો 5 રાજ્યોમાં તે ફક્ત 5 ટકાનો છે. 5 ટકા વાળા સંક્રમિત વિસ્તારો પર સરળતાથી નિયંત્રણ મેળવી શકાય છે.

ગઈકાલે એટલે કે છેલ્લા 24 કલાકમા 3,55,680 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સાથે 3436 લોકોના મોત થયા છે. કુલ મોતનો આંક પણ 2,22,383 સુધી પહોંચ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.