દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઓછી,છેલ્લા 24 કલાકમાં આટલા કેસો આવ્યા સામે,રસીકરણ સફળ…..

મંગળવારે સતત બીજા દિવસે કોરોનના નવા સંક્રમિતોનો આંકડો એક લાખથી ઓછો રહ્યો છે. ગત 24 કલાકમાં 92 હજાર 719 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 2 હજાર 222 લોકોના જીવ ગયા છે. 1 લાખ 62 હજાર 280 સાજા થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી જાણકારી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 2.90 કરોડ સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 2.74 કરોડ સાજા થઈ ગયા છે

મહારાષ્ટ્રમાં મંગળવારે 10, 891 લોકો સંક્રમિત જોવા મળ્યા. 16, 577 લોકો સાજા થયા. 702 લોકોના મોત થયા. અત્યાર સુધી રાજ્યોમાં 58.52 લાખ લોકો સંક્રમિણની ઝપેટમાં આવ્યા છે.  જેમાંથી 55.80 લાખ સાજા થઈ ચૂક્યા છે.

મધ્યપ્રદેશ માં અહીં મંગળવારે 535 લોકો સંક્રમિત મળ્યા. 1376 લોકો સાજા થયા અને 36 લોકોના મોત થયા. અત્યાર સુધી રાજ્યમાં 7.86 લાખ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી  7.69 લાખ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 8405 દર્દીના મોત થયા.

રાજસ્થાન માં અહીં મંગળવારે 535 લોકો સંક્રમિત મળ્યા. 1376 લોકો સાજા થયા અને 36 લોકોના મોત થયા. અત્યાર સુધી રાજ્યમાં 7.86 લાખ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી  7.69 લાખ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 8405 દર્દીના મોત થયા.

દિલ્હીમાં અહીં મંગળવારે 316 લોકો સંક્રમિત મળ્યા. 521 લોકો સાજા થયા અને 41 લોકોના મોત થયા. અત્યાર સુધી રાજ્યમાં 14.29 લાખ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી  14 લાખથી વધુ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 24668 દર્દીના મોત થયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.