દેશમાં છેલ્લા પખવાડિયામાં, વકરી છે કોરોના મહામારી, સતત વધી રહ્યા છે દૈનિક કેસ

કોરોના વાઈરસના નવા પ્રકારોના કારણે કેસ વધ્યા હોવાના અથવા કોરોનાની બીજી લહેર આવ્યાના કોઈ પુરાવા નથી, પરંતુ તે એક સંભાવના છે.

જોકે, કેસ વધવાનું સાચું કારણ મહામારી મુદ્દે લોકોની બેદરકારી છે તેમ એક અગ્રણી વાયરોલોજિસ્ટ ડૉ. શાહિદ જમીલે જણાવ્યું હતું.

દેશમાં રસીકરણ અભિયાન શરૃ થવાની સાથે લોકોમાં કોરોનાથી બચવા માટેના ઉપાયો મુદ્દે ખોટી ભાવના જન્મી છે. રસી કોરોના સામે રક્ષણ અપાવશે એવી ભાવનાથી લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જેવા નિયમોની અવગણા કરવાનું શરૃ કરી દીધું છે.

દેશમાં ૨૫મી માર્ચ સુધીમાં માત્ર ૮૧ લાખ લોકોને રસીના બંને ડોઝ અપાયા છે, જે દેશની કુલ વસતીના માત્ર ૦.૬ ટકા છે. વધુમાં ૪.૬૪ કરોડ લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે. વધુમાં દેશમાં કોરોના મહામારી હોવા છતાં બધી જ વ્યાવસાયિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમતી થવા લાગી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.