સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ સમયે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ અને ભારત બાયોટેકે પોતાની વેક્સીન ઉત્પાદનના રિપોર્ટને કેન્દ્ર સરકારને સોંપ્યો છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓગસ્ટના અંત સુધી કે નવા મહિનાથી દર મહિને 10 કરોડ કોવિશિલ્ડનું ઉત્પાદન કરશે.
સૂત્રોના અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલય અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તરફથી બંને ફર્મ પાસે જૂન, જુલાઈ અને ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં થનારા ઉત્પાદનને લઈને જાણકારી માંગવામાં આવી હતી
ભારત બાયોટેકના નિર્દેશક ડો. વી. કૃષ્ણ મોહને સરકારને જાણકારી આપી છે કે કોવેક્સીનનું ઉત્પાદન જુલાઈમાં 3.32 કરોડ અને ઓગસ્ટમાં 7.82 કરોડ થશે આ સપ્ટેમ્બરમાં પણ કાયમ રહેશે. આ રીતે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં સરકાર અને નિયામકના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે જાણકારી આપી કે કોવિશિલ્ડનું ઉત્પાદન ઓગસ્ટમાં 10 કરોડ ડોઝ સુધી વધારી દેવાશે. સપ્ટેમ્બરમાં તેને આ જ રીતે વધારા સાથે ચાલુ રખાશે. તેઓએ સ્વાસ્થ્ય મંત્રાલયને કહ્યું કે અમે ખાતરી આપીએ છીએ કે અમે આપેલા સમયમાં વેક્સીનનું ઉત્પાદન કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.