કોરોના વાયરસનો કહેર હજુ થમ્યો નથી અને રોજ લાખો લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે તો અન્ય તરફ રોજ કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. આ સમયે સોશ્યલ મીડિયા પર એક ફોટો વાયયરલ થઈ રહ્યો છે જેમાં 3મેથી દેશમાં લોકડાઉન લગાવવાની વાત કરવામાં આવી રહી છે.
વાયરલ થઈ રહેલા ફોટોમાં દાવો કરાયો છે કે દેશમાં 3મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. સૂત્રોના આધારે કહેવાયું છે કે લોકડાઉનની નવી ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાઈ છે
સોશ્યલ મીડિયામાં વાયરલ ફોટો સંપૂર્ણ રીતે ખોટો છે. પીઆઈબી ફેક્ટ ચેકની તરફથી આ દાવાની તપાસ કરાઈ છે. પીઆઈબી ફેક્ટ ચેક કહે છે કે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલી પોસ્ટમાં દાવો કરાયો છે કે કેન્દ્ર સરકારે 3મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.
પીએમ મોદીએ રાજ્યોને પણ સલાહ આપી છે કે લોકડાઉનને આખરી વિકલ્પના રૂપમાં ઉપયોગ કરવો. પીએમ મોદીએ કહ્યું કે દેશને આ સ્થિતિમાં લોકડાઉનથી બચાવવો જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.