ભારતમાં બુધવારે એક જ દિવસમાં લગભગ 2 લાખ નવા પોઝિટિવ કેસ આવ્યા છે. મોતમાં પણ સતત વધારો થતા નવા રેકોર્ડ બની રહ્યા છે. આ આંકડા સતત ડરાવે તેવા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં બુધવારનો એક દિવસનો સંક્રમણનો આંક 199,569 રહ્યો હતો.
સંક્રમણના કુલ કેસનો રેટ 9.24 ટકા રહ્યો છે. અત્યાર સુધી કોરોનાના કુલ 12426146 દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો મૃત્યુ દર 1.24 ટકાનો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1465877ની છે. સકક 36મા દિવસે પણ કોરોનાના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અનેક પ્રકારની પાબંધી લગાવી રહી છે પણ આ આંક સતત વધતો જઈ રહ્યો છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ થમવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે આજે ફરી કોરોનાના નવા 7 હજાર 410 કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ 73 લોકોના મોત નિપજ્યાં છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2 હજાર 524, સુરતમાં 1 હજાર 655, રાજકોટમાં 653 અને વડોદરામાં 452 કેસ નોંધાયા છે. તો છેલ્લાં 24 કલાકમાં કુલ 73 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 25, રાજકોટમાં 9 અને વડોદરામાં 7 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
કોરોના વધતા જતા કેસો વચ્ચે આજે રાતના 15 વાગ્યાથી આઠ દિવસ માટે મહારાષ્ટ્રમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકડાઉન જેવા આ નિયંત્રણો 1 મેના રોજ સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી હતી. મુંબઈમાં પણ આજે 9931 નવા કેસ આવ્યા છે અને કુલ મૃત્યુઆંક વધીને 12147 સુધી પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.