દેશમાં કોરોનાનો પ્રકોપ યથાવત,મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 56,647 નવા કોરોનાના કેસ

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 લાખ 70 હજાર 88 નવા કેસ સામે આવ્યાં છે જ્યારે કે 3 હજાર 375 લોકો મોતને ભેટ્યાં છે. શનિવારે કુલ 3.92 લાખ કેસ સામે આવ્યાં હતાં.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 47 લાખ 22 હજાર 401 થઇ ગઇ છે જ્યારે કે મૃતકોની સંખ્યા 70 હજાર 284 થઇ છે. બીજી તરફ રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા 20 હજાર 394 કેસ સામે આવ્યાં છે જ્યારે 407 લોકોના મોત થયા છે. દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 28.33 ટકા થઇ ગયો છે. દિલ્હીમાં સતત બીજા દિવસે 400થી વધુ લોકોના મોત નિપજ્યાં છે.

મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 56,647 નવા કોરોના કેસ નોંધાયા છે. એ જ સમયે, 669 લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન, એક સમાચાર એવાં પણ છે કે 51 હજાર 356 લોકો આ રોગથી યુદ્ધમાં જીત્યાં છે. નવા કેસો સાથે મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા 47 થી વધુ થઈ ગઈ છે. ત્યાં 6 લાખ 68 હજાર 353 એક્ટિવ કેસ છે. હાલમાં 36, 96, 946 દર્દીઓ ક્વોરન્ટાઇન છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.