દેશના કેટલાક રાજ્યોમાં વાયરસનો પ્રકોપ વધી ગયો છે. તેને લઈને પ્રશાસને પણ કડકાઈ વર્તી છે. રાહતની વાત તો એ છે કે કેટલાક રાજ્યો એવા છે જ્યાં વાયરસનો ખતરો ઘટ્યો છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થનારા કોઈ પણ મોતની સૂચના મળી નથી.
રાહતના સંકેતના રૂપમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વેક્સીનની પ્રક્રિયાના ભાગરૂપે કુલ 5.69 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર શુક્રવારે સાંજે 7 વાગ્યાના રિપોર્ટમાં કુલ 5,69,57,612 વેક્સીન અપાઈ હોવાનું સામે આવ્યું છે.
પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતના દૈનિક નવા કેસમાં વધારો થયો છે, રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અનુસાર મહારાષ્ટ્રમાં શુક્રવારે 36,902 નવા કેસ આવ્યા છે.
कर्नाटक में #COVID19 के 2,566 नए मामले सामने आए हैं। 1,207 लोग डिस्चार्ज हुए और 19 लोगों की मृत्यु दर्ज़ की गई।
कुल मामले: 9,81,044
कुल डिस्चार्ज: 9,48,988
कुल मृत्यु: 12,484
ગુજરાતમાં 24 કલાકમાં 2190 નવા કેસ, 1422 લોકો ડિસ્ચાર્જ અને 6 મોત થયા છે.
તમિલનાડુમાં 1971 નવા કેસ આવ્યા છે તો 1131 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અહીં 9 મોત થયા હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.