દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,01,69,118 થઈ છે, છેલ્લા 24 કલાકમાં 22,274 દર્દી થયા છે સાજા

દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,01,69,118 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 22,274 દર્દી સાજા થયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા 97,40,108 થયા છે. દેશમાં સાજા થવાનો દર 98.8 ટકા થયો છે.

દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.4 ટકા છે. અત્યાર સુધી કોરોનાને કારણે દેશમાં 1,47,343 લોકોનાં મોત થયા છે.

કોરોના ટેસ્ટિંગ: ICMR તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 25મી ડિસેમ્બરના રોજ દેશમાં 8,53,527 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી.

શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં કોવિડ-19 (Covid19)નાં કારણે 6 દર્દીનાં મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,268 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,40,105 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 10,631 છે. રાજ્યમાં શુક્રવારે કુલ 56,970 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.79 ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.