રાજ્યોને 7.50 કરોડ વેક્સીન અપાઈ ચૂકી છે,દેશમાં વેક્સીનની અછત નથી

સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે અત્યાર સુધી 7.50 કરોડ વેક્સીન રાજ્યોને આપવામાં આવી છે જેમાંથી 5.50 કરોડ વેક્સીન જ લગાવાઈ છે.2 કરોડ વેક્સીનનો ડોઝ રાજ્યો પાસે છે. એક એપ્રિલથી 45 વર્ષ અને તેનાથી ઉપરના લોકો માટે વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. આબાદીના આધારે આ સંખ્યા વધારે છે.

તેઓએ કહ્યું કે રાજ્યોએ વેક્સીનનો જૂનો સ્ટોક ક્લીઅર કરવાનો રહેશે અને તેના આધારે તેમને નવો સ્ટોક અપાશે.

10થી વધારે પ્રભાવિત જિલ્લામાં પાંચ મહારાષ્ટ્રા છે. તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યને પત્ર લખીને વેક્સીનેશન વધારવા પર ભાર મૂક્યો છે.

મહારાષ્ટ્રમાં પણ 67 લાખ વેક્સીન મોકલાઈ છે જેમાંથી માર્ચના પહેલા અઠવાડિયામાં ફકત્ 23.98 લાખ ડોઝ વપરાયા હતા.  પંજાબમાં પણ વેક્સીનના 12,38,920  કુલ ડોઝ અપાયા છે.

વેક્સીનેશનના 69મા દિવસે ગુરુવારે દેશમાં 23,58,731 ડોઝ અપાયા છે. આ સાથે કુલ 5,55,04,440 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

તેમાંથી 80,18,757 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 50,92,757 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો બીજો ડોઝપણ આપી દેવાયો છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનના કેન્ટમાં મળેલા આ મ્યૂટેન્ટ પર બ્રિટિશ યુનિવર્સિટીા શોધકર્તાના અધ્યયનમાં ખુલાસો કરાયો છે. કોરોનાના પ્રોટીન સ્પાઈકમાં મ્યૂટેશન થતાં તે વધારે ઘાતક બને છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.