દેશમાં વધી રહયા છે કોરોનાના કેસ,24 કલાકમાં 49,951 નોંધાયા કોરોનાના કેસ

ભારતમાં એક દિવસમાં કોરોનાના 50 હજાર નજીક કેસ નોંધાયા છે. ત્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા 3,34,646 છે. મોતના આંકડાની વાત કરીએ તો અત્યાર સુધી કોવિડ-19થી 159,967 લોકોના મોત થઇ ચૂક્યા છે.

મોતના આંકડાની વાત કરીએ તો 9 જાન્યુઆરીએ આટલા લોકોના જીવ કોરોનાથી ગયા હતા. 9 જાન્યુઆરીએ 228 લોકોના મોત કોરોનાથી થયા હતા.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 30,535 દાખલ કરવામાં આવ્યા. બીજા નંબર પર પંજાબમાં 2,644 કેસ સામે આવ્યા છે.

દેશમાં એક-એક લાખ નવા કેસ માત્ર 1-2 દિવસમાં નોંધાવા લાગ્યા… હવે છેલ્લા કેટલાક સમયથી સંક્રમણ ફેલાવાની ગતિ ધીમી થઇ છે, અને વેક્સીનેશન પણ શરૂ થઇ ચૂકી છે.

2 જાન્યુઆરી 1,03,05,788 5 દિવસ
8 જાન્યુઆરી 1,04,13,417 6 દિવસ
14 જાન્યુઆરી 1,05,12,093 6 દિવસ
21 જાન્યુઆરી 1,06,10,883 7 દિવસ
28 જાન્યુઆરી 1,07,01,193 7 દિવસ
5 ફેબ્રુઆરી 1,08,02,591 8 દિવસ
14 ફેબ્રુઆરી 1,09,04,940 9 દિવસ
22 ફેબ્રુઆરી 1,10,05,850 8 દિવસ
1 માર્ચ 1,11,12,241 7 દિવસ
7 માર્ચ 1,12,10,799 6 દિવસ
12 માર્ચ 1,13,08,846 5 દિવસ
16 માર્ચ 1,14,09,831 4 દિવસ
19 માર્ચ 1,15,14,331 3 દિવસ
22 માર્ચ 1,16,46,081 3 દિવસ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.