દેશમાં વધી રહ્યા છે પેટ્રોલના ભાવ,હાલમાં ભાવ ઘટાડી શકાય તેવી કોઈ શક્યતા નથીઃ પેટ્રોલિયમ મંત્રી

સરકારી તેલ કંપનીઓ રોજ ભાવમાં નજીવો વધારો કરતી રહે છે. આ સમયે લોકોને આશા છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને કોઈ પગલા લેશે પરંતુ સરકારે આ વાતને નકારી દીધી છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ગ્લોબલ માર્કેટમાં કાચા તેલમાં મોંઘવારી વધવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. કાચું તેલ 70 ડોલર પ્રતિ બેરલના ભાવથી પણ મોંઘું છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા તેલ ઈમ્પોર્ટ કરે છે.

તેઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર કટૌતી પર વાત કરવાનો આ સમય નથી. કેમકે આ સમયે સરકારી હેલ્થ સેક્ટર પર પણ ખર્ચ કરી રહી છે. તેઓએ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા નથી.

શું પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં લાવવી જોઈએ. તેને લઈને પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે આવું થવું જોઈએ, તેઓ આ વિચારના સમર્થનમાં છે. તેઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ગ્લોબલ માર્કેટમાથી કંટ્રોલ થાય છે. તેમાં અમે કંઈ કરી શકીશું નહીં.

પેટ્રોલની કિંમતમાં 60 ટકા ભાગ સેન્ટ્ર્લ એક્સાઈઝ અને રાજ્યોને ટેક્સનો હોય છે જ્યારે ડીઝલમાં તે 54 ટકા હોય છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી 32.90 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સામાન્ય રીતે રોજ ફેરફાર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.