દેશમાં વધી રહ્યો છે કોરોના,તરત જ કરાવી લો કોરોના ટેસ્ટ

ભારતમાં કોરોનાના એક દિવસના કેસ 1 લાખ 52 હજાર 565 નવા કેસ આવ્યા છે. દેશમાં કોરોનાથી એક દિવસમાં 90 હજાર 328 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. તો દેશમાં કોરોનાથી એક દિવસમાં 838ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 11 લાખ 2 હજાર 370 થઈ ચૂક્યા છે.  ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 33 લાખ 55 હજાર 465 નોંધાઈ ચૂક્યા છે.

કોરોના સંક્રમિતોમાં ખાસ કરીને તેમને ઠંડી લાગવાની સાથે તાવ આવે છે. આ સિવાય શરદી, ઉધરસ અને થાકની સાથે બોડી પેન સામાન્ય લક્ષણ છે.

અનેક લોકો કોરોના વાયરસ પોઝિટિવ આવી રહ્યા છે, તેઓને આંખોમાં દર્દ અને તે લાલ થવાની ફરિયાદ પણ જોવા મળે છે

કોરોના મસ્તિષ્ક પર પણ અસર કરે છે. એવામાં લોકોની યાદશક્તિમાં ખામી આવી શકે છે.

કફ કે સૂકી ખાંસી કોરોનાના સૌથી પ્રમુખ લક્ષણોમાંનું એક છે

કોરોના સંક્રમિતોની સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા પર અસર થાય છે.

શ્વાસ લેવામાં તકલીફએ કોરોનાનું ભયાનક લક્ષણ છે.

એક રિપોર્ટ અનુસાર 50 ટકા કોરોના દર્દીઓને માંસપેશીમાં દર્દ રહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.